Friday, September 6, 2013

હું….,ભાઈબંધ હંસલો….,
અને "શક્કરી" નો લાલિયો !!!!!!
નાનપણના એ દિવસો ખરે ખર હું ક્યારેય નહિ ભૂલી શકુ !!!!
મારી શેરી નું નામ સીતા દરવાજો...,
અને હું ભણતો એ શાળા નું નામ "કન્યા શાળા" !!!!!
એકલી કન્યાઓની નહિ કઈ ,એમાં છોકરાઓ પણ ભણે !!!!!
કન્યાશાળાની આગળ જૂની મસ્જ્જીદ અને મસ્જ્જીદના દરવાજે
મેલા-ઘેલા કપડા વીટાળેલી આઠ થી દસ કુતરા ઓથી ઘેરાયેલી 
શક્કરી !!!!!?
જીહાં તેનું નામ "શક્કરી" !!!!!!
લોકો તેને "ગાંડી" કહે ...."શક્કરી ગાંડી"...,
પણ કેવાય છેને કે પોતાની  
દુનિયામાં મસ્ત હોય તેને કોણ શું કહે છે તેની પરવા ક્યાં હોય છે !!!!
શક્કરી ને પણ આવુજ કૈક હશે.....,
અમને પણ આ બધી વાતોની કઈ સમજ ક્યાં હતી ...?
અમારે મનતો શક્કરી કરતા તેના કુતરાઓ વધારે મહત્વના હતા !!!!!
બાકી,એક હિંદુવેપારી કુટુંબની બાઈ....,
આમ ગામની મસ્જ્જીદના આંગણે પડી રે ખરી !!!!
પણ ગુજરાતના ગામડામાં  આવા ભાઈચારાની કથા તો હજુય જીવિત છે,
અને આવા ભાઈચારાની કથાયું કરવા બેહીએ તો ખૂટે એમ નથી મારા ભઈલા !!!!!!
મુદ્દાની વાત હવે શરુ થાય છે,
એક દી, મારા ભાઈબંધ હસલા એ કીધું કે,
 "ટીકલા" આજ નિશાળેથી ઘરે જતા,આ શક્કરીની ઓરડી માંથી,
એક ગલુડિયાને લઇને ભાગવાનું છે !!!!!
અને મેં પણ ભાઈબંધ હસલા વાત સાંભળી ને ,
તેની ઈચ્છા પૂરી કરવા માટે મનોમન નક્કી કરી લીધું હતું,
નિશાળમાં મગનમાસ્તર ભણાવે તેના કરતા હસાવે ઘણું !!!
પણ કોણ જાણે આજ મને મગનમાસ્તરની વાતોમાં મન લાગતું નહોતું !!!!
મારું મનતો નિશાળની સામે વાળી મસ્ઝીદમાં હતું,
શકકરીના ગલુડિયામાં હતું...., 
અને સાંજે નિશાળેથી નીકળતાની સાથેજ મેં...,
"શક્કરી" ના સામ્રાજ્ય માંથી એક ગલુડિયાને ઉઠાવી લીધું !!!!
બિચારી શક્કરી !!!!!
પોતાની આખીય "સલ્તનત" લુટાણી હોય તેમ,
વલખા મારતી હાથમાં મોટા-મોટા "પાણા"
લઈ ને પોતાની હદ સુધી મારી પાછળ દોડી ....,
પણ હાથ માંથી એકેય "પાણો" ફેક્યો નહિ !!!!
હું અને હંસલો "લાલિયા" ને લઇ ને ભાગવા માં સફળ થયા,
અને શક્કરી ના સામ્રાજ્ય માથી એક ગલુડિયું ઓછું થયું !!!!
આજે આ વાતને યાદ કરીને ખુબ દુઃખ થાય છે...!!,
પણ બીજી સેકન્ડમાં વિચાર આવે છે.., 
કેટલી નાસમજ હતી એ દુનિયા !!!?
એક નિરાધારના આધારસમા કુટુંબ માંથી જાણે, 
એક નાનકડા બાળક ને ચોરી લીધું હોય તેવું દુઃખ !!!!
ખેર,અમે પણ બાળકોજ હતા ને ...?
પણ મજાનો હતો અમારો "લાલિયો"  
ખુબ મજાના દિવસો હતા.....,
હું ,હંસલો અને લાલિયો !!!!
શક્કરી નો લાલિયો !!!!
"લાલિયો" ....,"ખુબ વાલીયો"......,"ધમાલિયો" !!!!!!!

No comments:

Post a Comment