Sunday, August 11, 2019

SOTC story -2

SOTC દ્વારા આયોજિત કોઈ ટૂર ન કરવા પરેશાન સિંગાપુર ગયેલાં સિટીઝન્સનો સંકલ્પ...!!


પોતાનાં ઘરડાં માવતરને SOTC આયોજિત ટુરમાં મોકલતાં પહેલાં આ સિનિયર સિટીઝનની આપવીતી સાંભળો....!!

SOTC એ સિનિયર સિટીઝન્સ ને કરેલાં કરાર કરતાં છેતર્યા હોવાની ફરિયાદ કરતાં સિનિયર ખૂબ દુઃખ વ્યક્ત કરેછે....!!

સિંગાપુર ફરવાનું સપનું રોળાઈ ગયું તેવો સ્વમુખે અનુભવ કહેતાં યાત્રી....!!


શરીરે કમજોર સિનિયર સિટીઝન્સ SOTC ઉપર ભરોસો કરીને ફસાઈ ગયાં....!!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

અમદાવાદ.

EXCLUSIVE story 

સામાન્ય વ્યક્તિ પોતાનાં જીવનમાં તમામ જવાબદારીઓ માંથી જ્યારે રિટાયર્ડ થાય ત્યારે પોતાની જીવનસંગીની હોય તો તેની સાથે અથવા પોતાનાં અંગત મિત્રો સાથે થોડોક સમય કે થોડાક દિવસો ફરવાનું વિચારે અને યોગ્ય અને વિશ્વાસુ એવી ટુર ઓપરેટર નો સંપર્ક કરીને પ્રોગ્રામનું આયોજન કરે.



આ થઈ સ્વાભાવિક વાત એ રીતે આયોજન કરનાર જ્યારે સિનિયર સિટીઝન્સ હોય ત્યારે તેને પોતાની જિંદગીનો સારો ખરાબ દરેક અનુભવને અંતે નિર્ણય કરવાની આદત હોય તે પણ એટલુંજ સ્વાભાવિક છે,પણ જ્યારે એક કરતાં વધુ સિનિયર સિટીઝન્સ ભેગાં મળીને કોઈ આયોજન કરે ત્યારે તો એ આયોજન પરફેક્ટ હોય અને તેમાં પણ આ તમામ સિનિયર સિટીઝન્સ જ્યારે ચતુર,બૌદ્ધિક અને વ્યવહાર કુશળ તરીકે પ્રખ્યાત "નાગરી નાત" ના નાગરો દ્વારા આયોજિત હોય ત્યારેતો પૂછવુજ શું..... તમામ રીતે "એવન" આયોજન થયું હોય તેમાં કદાચ અન્ય કોઈ નહીં પણ જે લોકો નાગરો ને ઓળખે છે એતો જાણેજ છે....!!

હવે આવા પ્રકારના આયોજનમાં કોઈ આપતી કે મુશ્કેલી આવે અને તે પણ અન્ય કોઈ નહીં પણ જેનાં ઉપર વિશ્વાસ મૂકીને પોતાનાં પરસેવાની કમાણી લગાવી હોય તેવા ટુર ઓપરેટર SOTC જેવી ઓપરેટર દ્વારા તમામ સિનિયર સિટીઝન્સ પરેશાન થાય અને સિંગાપુર ફરવા ગયાં હોય અને સડક ઉપર રઝળવાનો વારો આવે ત્યારે નાગર જેવી ચતુર અને બુદ્ધિશાળી કોમ હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિઓ હોય નારાજગી છાપરે ચઢીને બોલ્યાં વગર રહે નહીં....!!

ગુજરાત રાજ્યના વિવિધ શહેરો માંથી પોતાનાં પરસેવાની કમાણી SOTC ની લોભામણી જાહેરાત જોઈને તેનાં ઉપર ભરોસો કરીને ટુરનું આયોજન કર્યું હોય ત્યારે "ભરોસાની ભેંસ પાડો જણે" તેવો ઘાટ થાય ત્યારે એક સાથે સમૂહમાં નિર્ણય લેવામાં આવે કે હવે પછી જીંદગી માં ક્યારેય કોઈ પણ જગ્યાએ ટુર નું આયોજન કરીને ફરવા જવું હોય તો SOTC ની બકવાસ સેવા તો નહીં જ લેવાની....!!

આટલી હદે પરેશાન સિનિયર સિટીઝન્સ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પ્રકારની ટુરનું આયોજન કરીને રાજીખુશી થી ફરવા જતાં જ હોય છે પણ આ વખત તેમની જીંદગીનો SOTC સાથેનો છેલ્લો અને ખૂબ દયનિય અનુભવ રહ્યોં જેને સિનિયર સિટીઝન્સ ની ટુરમાં ગયેલાં એક સિનિયર સીટીઝન નાં ધુજતાં હાથે બનેલાં વીડિયોમાં તેમની આપવીતી સાંભળી પોતાનાં માવતરને પ્રેમ કરનાર દરેક દીકરાની આંખમાં જરૂર આંસુ લાવી શકે તેવી આપવીતી વર્ણવે છે એ વડીલ અને હાથ જોડી લોકોને કહે છે કે હવે કોઈ ક્યારેય SOTC દ્વારા આયોજિત ટુર માં જશો નહીં....!!

Saturday, August 10, 2019

SOTC स्टोरी

રાજ્યમાં SOTC દ્વારા સિટીઝન્સનું આવું અપમાન ક્યારેય નહીં થયું હોય....!!


સિંગાપુરની ફૂટપાથ ઉપર ગુજરાતી સિનિયર સિટીઝન્સ નિરાધાર બનાવતું SOTC...!!


સિંગાપુર ફરવાનું કહીને રોડ ઉપર ભયંકર તાપમાં તપાવ્યા...!!

-------------------------------------------------------------------
The Gujarat Report. Com
સ્પેશિયલ રિપોર્ટ
મેહુલ ઝાલા
અમદાવાદ.
EXCLUSIVE story


આત્મ સન્માનિય વડીલોની આપવીતી સાંભળીને સૌકોઈ રડી ઉઠે એવી વેદના સાથે જ્યારે પોતાનાં જીવતરની ઢળતી સંધ્યાએ "વર્લ્ડ ટુર" તો કરી શકવાની ઈચ્છા પૂરી ન કરી શકનાર રાજ્યના અલગ અલગ શહેરનાં વડીલો જેને અતિ સન્માનિય ભાષામાં સિનિયર સિટીઝન્સ કહેવામાં આવે છે તેવા વડીલો સિંગાપુર ફરીને વર્લ્ડટુર કર્યાનો આનંદ વિચારીને SOTC ની મન મોહક "વાર્તા" ઉપર વિશ્વાસ કરીને પ્રવાસનું આયોજન કરી પોતાની પરસેવાની "ટેક્સ પેયર" કમાણી માંથી જ્યારે હજારો રૂપિયા ભરીને પોતપોતાનો સામાન લઈને પ્રવાસનો આનંદ વિચારી નીકળે છે ત્યારે તમામ "સિનિયર સિટીઝન્સ"ની કેવી દુર્દશા થાય છે તેની કરુણ કહાની....!!



તારીખ ૧ માર્ચ ૨૦૧૯ ના રોજ અખિલ ભારતીય નાગર મંડળ દ્વારા સીનોયર સિટીઝન્સ માટે સિંગપુરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧,માર્ચ થી ૯,માર્ચ સુધીના આ પ્રવાસ ની તમામ સુવિધાઓ સાથે SOTC. સાથે નક્કી કરવામાં આવેલી જેમાં પ્રવાસ નું આવવા જવાનું વિમાન ભાડું, લોકલ સાઇટ સીન્સ,બન્ને સમય શુદ્ધ સાત્વિક ગુજરાતી ભોજન તથા સ્થાનિક સ્થળોએ આવવા જવાના પરિવહન ખર્ચ,વિઝા,વીમો,એ બધા ખર્ચ સાથે વ્યક્તિ દીઠ રૂપિયા,૮૬,૦૦૦/માં નક્કી કરેલ.



રાજકોટ,વડોદરા, અમદાવાદ શહેર સહિતના તમામ આશાસ્પદ સિનિયર સિટીઝનો મળીને કુલ 35 ની સંખ્યામાં હતા.જે પૈકી સાત વ્યક્તિ સુપર સિનિયર સિટીઝન્સ (૭૦થી વધુની વયના) હતા.

પ્રવાસની શરૂઆત થીજ કમ્પની
(SOTC) દ્વારા નજીવી બાબતે કરાર ભંગ થયાનો અહેસાસ થવા લાગ્યો.

સ્થાનિક સ્થળોના પરિવહનની એમની જવાબદારી હોવા છતાં યોગ્ય સમયે વાહન પૂરું ન પાડી શકતાં બધાજ સીનિયર સિટીઝનો ને આંકરો રઝળપાટ સહન ન થતાં અકળાયા હતા.
એક તબક્કે નિર્ધારિત સમયે વાહન ની વ્યવસ્થા ન કરી શકતા ૩૫ એ ૩૫ વયસ્ક નાગરિકોને 42 ડીગ્રી
ની ગરમીમાં બપોરે બાર થી સાંજના પાંચ વાગ્યા સુધી પાંચ કલાક રસ્તે રઝળતા મૂકી દીધા હતા.

સિંગાપુર જેવા અજાણ્યા દેશમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોલ,મુસ્તફા મોલની ફૂટપાથ ઉપર 35 ભારતીય સીનિયર સિટીઝનો ભિખારીની જેમ કાંધ મારે એવા તડકામાં,ચા-પાણી કે કુદરતી હાજતની વ્યવસ્થા ના અભાવે હેરાન પરેશાન થઈ ગયાની આ તસ્વીરો સાક્ષી પૂરે છે...!!

એટલુંજ નહિ પણ પ્રવાસીઓ પાસેથી વસુલેલી વિમાની રકમ માં પણ પારદર્શિતા ન હોય વધુ રકમ પડાવ્યાનો અહેસાસ થતા પ્રવાસીઓ પૈકીના સાત સુપર સિનિયર સિટીઝનો એ ગ્રાહક સુરક્ષા દ્વારા SOTC  ઉપર દાવો દાખલ કર્યો હોય એવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.ત્યારે એટલું જરૂર કહીં શકાય કે રાજ્યની રૂપાણી સરકાર તમામ સિનિયર સિટીઝન્સ ની વહારે આવશે તેવી દરેકની લાગણી છે....!!