Friday, September 6, 2013


વણઝારાનો રાજીનામાં પત્ર એટલે ,

વિવાદ ....વિમર્ષ .....કે વિધ્વંસ !!!!!!!?


"માનેલા"ભગવાન(મોદી) સાથે પૂજનીય ભગવાન(આસારામ)માટેનો જંગ" ??

આમતો છેલ્લા કેટલાય સમયથી સાબરમતી સેન્ટ્ર્લજેલ,
નવાનવા "વિવાદો"નું એપીસેન્ટર બનતું રહ્યું છે.
આસારામ ભલે સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પહોચ્ય નહિ,
પણ તેમના નામનો વિવાદ જરરથી સાબરમતી જેલના આંગણા સુધી પહોચી ગયો !!!!
અને જો એ તમામ વિવાદોને એક પછી એક ધીમેધીમે ખોલવામાં આવે,
તો એ વિવાદોની અંદર ધરબાયેલી અનેક વિગતો
આજે પણ અનેક વિવાદોનું સર્જન કરી શકે....., "કોઈ શક" ?
તે વિવાદમાં "સુરંગકાંડ" મામલો હોય કે ,
જેલની અંદર અપાતી ગેરકાયદેસરની અનેક "સુવિધા"નો હોય,
કે પછી હોય ઉચ્ચઅધિકારીની મીઠી નઝરથી
"વહીવટ" કરનારને મળતી સ્પેશિયલ "કૃપાસેવા"નો !!!!?
સમયાંતરે આવી દરેક માહિતી સાબરમતી સેન્ટ્રલજેલની તોતિંગ દિવાલો નીચે આસાનીથી દબાવી દેવાનો "ખોખલો" પ્રયાસ કરવામાંતો આવે છે,
પણ ક્યારેક "અભિમન્યુ કોઠા" વીંધીને ,
આવી ખબરો આમારા સુધી પહોચી જતી હોય છે,
"બાતમીદારો"ની વાત જો માનવામાં આવે તો ,
સાબરમતી સેન્ટ્રલજેલ ઉપર મોદીસરકારની ખુબ મહેરબાની છે !!!!!?
એટલે સાબરમતીજેલ માંથી "મોદી" વિરોધી સુર સાંભળવો/સાંભળવા મળવો આમતો અશક્ય છે,
અને એટલેજ નકલી એનકાઉન્ટર કેસમાં સજા પામી રહેલા ગુજરાત પોલીસના ઓફિસરોને જેલ મેન્યુલથી અલગ પ્રકારની સુવિધાઓ આપવાની વાતો જાણવા,સાંભળવા મળી છે,
અને અવાર નવાર સાંભળવા મળે પણ છે,
તેમાં,અત્યારે ડી.જી.વણજારાની સુવિધાની જો વાત કરવામાં આવે તો ખુબભવ્ય રીતે વણજારા સાહેબને જેલની અંદર સુવિધાઓ આપવામાં આવે છે,
સાબરમતી સેન્ટ્રલ જેલમાં વણઝારાને સરકારની નજીકના(ખાસ)વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને એટલેજ તેમની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે,
આ સુવિધાની એક વિગતે વાત કરતા પહેલા ફક્ત એક ઉદાહરણ જો આપવામાં આવે તો ,
જેલમાં રોજ રાત્રીના બાર/એક /બે સુધી વણઝારાને મળવા આવતા લોકો સાથે વણઝારા જેલના જ એક બેઠકખંડમાં મળતા હોય છે,બેઠા હોય છે,
વણજારાની આ "કોઈ પણ" સાથેની મુલાકાત ચાલુ હોય તે દરમિયાન,
કોઈ પણ વ્યક્તિ એ જવાનું મનાઈ છે,જેલ સ્ટાફ ને પણ નહિ !!!!!?
આ સુવિધા જેલ ના નિયમો ની ધજીયા ઉડાડવા માટે પુરતા છે,
વણજારા ને મળતી આવી અનેક સુવિધાઓ ને લઇને,
કેટલાય એટલેકે "અન્ય" કેદીઓ એ વિરોધ કરેલો છે / કરે છે,
જેમાં જેલ અધિકારીઓના નિયમિત રાઉન્ડ વખતે જેલમાં ,
(તે વખતે)બંધ અમદાવાદના નામાંકિત એવા "અબ્દુલ વહાબે" જાહેરમાં વિરોધ કરેલો,
અને કહેવાય છે કે ત્યાર બાદ "અબ્દુલ વહાબ" જ્યાં સુધી,
સાબરમતી અને અન્ય જગ્યાએ જેલ માં હતો/રહ્યો ,
ત્યાં સુધી તેને પણ વણઝારા જેવી "સુવિધા"નો લાભ મળતો રહ્યો હતો,
મતલબકે,વણજારાના કહેવા મુજબ મોદીસરકાર તેને ભૂલી ગઈ છે,
તો તે વાતનો કોઈ અર્થ નથી,
તે વાત સંપૂર્ણ પણે અર્થહીન સાબિત થાય છે,
અને જો વણજારા હવે ખરે ખર તમામ સત્ય હકીકતોની "સિંહ ગર્જના" કરવાના મૂળમાં હશે,
તો તાત્કાલિક ધોરણે વણજારાને પણ ટૂંક સમય માજ,
તેમના ઉપર ચાલતા નકલી એન્કાઉન્ટરના કેસની તપાસને
લઈને મુંબઈ જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે !!!!?
એટલે એક વાત જરૂર થી કહી શકાયકે આવનારા દિવસોમાં,
વણજારાના રાજીનામાં પત્રનો "ધમાકો" છેક દિલ્હી સુધી અસર કરશે !!!!!
અંગત સુત્રોની વાત માનવામાં આવે તો,
કહેવાય છે કે આસારામ ઉપર કથિત બાળકીના "રેપ"ના ગુન્હાવાળી વાતને લઇને,
આસારામના પરમ ભક્ત એવા વણજારા ખુબ વ્યથિત છે !!!!!
વણજારાને આસારામના પરમ ભક્ત એટલામાટે કહેવામાં આવે છે કે,
આજે પણ જેલની અંદર ,
વણજારાની બેરેકમાં,
ફક્ત અને ફક્ત ,
આસારામના ફોટોગ્રાફ અને આસારામના પુસ્તકો જ જોવા મળેછે !!!!!
જીહાં ..
એટલે "આસારામ"એ વણજારાના માનીતા / પૂજનીય ભગવાન છે !!!!!!
જેથી એવું કહી શકાય કે,
વણજારા દ્વારા લખાયેલો "દશ" પાનાનો પત્ર
કોના માટે "વિનાશ ' કે "વિધ્વંશ" નું કારણ બનશે તેતો
આવનારો સમયજ બતાવશે,
વણજારાનું રાજીનામું એ "મનથી માનેલા" ભગવાન,
માટે કર્મથી થયેલા ભગવાન વચ્ચેનો વિવાદ છે !!!!
અને "મોદી"એ વણજારાના કહેવાતા ભગવાન છે,
તે વાત પણ પોતાની રીતે સાબિત થાય છે,
અને જેને લઇને પોતે (વણજારા)સરકારને સાથ આપતા-આપતા,
છેલ્લા સાત વર્ષથી પોતે જેલમાં છે,
તે વાતનું દુઃખ વણજારા ત્યારે ભૂલવા તૈયાર છે કે,
જયારે સ્વયંમ "મોદી"આસારામના કેસમાં "આસારામ"ને મદદ રૂપ થાય !!!!!
જેલ સુત્રોની વાત માનીએ તો કહેવાય છે કે,
પોતાની આ મનોદશા(આસારામ પ્રત્યે નો પ્રેમ)ને વણજારા એ,
જેલમાં મળવા આવતા પોતાના ભાઈ કે.જી.વણજારા દ્વારા મોદી સુધી પહોચાડી !!!!?
પણ તેનું પરિણામ "શૂન્ય" આવતા,
અંતે શું વણજારાએ આ રાજીનામાં પત્ર દ્વારા પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે ?
અહી એક વાત જરૂર થી સમજવા જેવી છે કે ,
વણજારા પોતે જેના માટે /જે કારણો ને લઈને જેલ મા છે,
તે વાત હવે અચાનક સાત-સાત વર્ષો પછી આમ,
વણજારાને શામાટે યાદ આવી। ..??
શું વણજારાને અત્યાર સુધી ચુપ રહેવાનું કોઈ ખાસ કારણ હતું ??
અને જો આવાતનો જવાબ "ના" હોય તો ..,
તમામ "વિવાદો"નો એકજ અર્થ થય છે કે આ..,
"માનેલા" ભગવાનની સામે "પૂજનીય" ભગવાન માટેનો જંગ છે..,
આમાં અમને તો કોઈ પણ એન્ગલથી
"વિરોધ પક્ષ"નો વાંક લાગતો / દેખાતો નથી,
"હરી" ઓમ....."હરી" ઓમ...
"નમો" હરી ....."નમો" હરી ...!!!!!!!
--SANJAY D--

No comments:

Post a Comment