Friday, September 6, 2013

હું,કૃષ્ણ અને કંસ !!!!!!!

આજે અચાનક ગોમતીપુરની ભાટની પોળ વાળી ચાની કીટલી ઉપર ભેગા થઇ ગયા,
કૃષ્ણના હાથમાં "સોની એક્ષ્પિરિયા-ઝેડ" અને કંસના હાથમાં સેમસંગનું "ટેબ"
હું કઈ બોલું તે પહેલાજ કૃષ્ણ મને કહે કેમ એલા આમ વીલું મોઢું ?શું કઈ થયું છે કે શું ?
હું કૃષ્ણ ના સવાલ નો જવાબ આપું તે પહેલા કંસે વચ્ચે ટપકું મુક્યું "ભાઈ સમજને આ માણસ જાત નું તો આવુજ રહેવાનું !!!!!! મેં કહ્યું ભાઈ તો પણ તારે અહીજ ચા પીવા આવું પડે છેને?
કૃષ્ણ બોલ્યો એલા આ ચાની કીટલી ઉપર કેટલી મહાનહસ્તીઓએ
બેઠા-બેઠા  ચા પીધી એની તને ખબર છે..?
અને આ એજ કીટલી છે જેની ચા પીને આજે લોકો દેશના "પી એમ"
બનવાની તૈયારી માં પડ્યા છે !!!!!
મને વિચારતો જોઈ ને કૃષ્ણ મને કહે "અમ્મા યાર ચલ છોડ આ બધી વાતો તું સાલા "માણસ" તને કઈ સમજાશે નહિ" !!!!!!!!
મેં કહ્યું પણ મને તું સમજાવીસ તો જરૂર ખબર પડશે,
કૃષ્ણ મારી વાત સાંભળીને મારી સામે તાકી રહ્યો .....,
મને કહે તું "અર્જુન" નથી કે હું તને જ્ઞાન આપું !!!!?
અને નથી આ મહાભારતનું મેદાન !!!!
હું વધારે કઈ સમજ્યો નહિ એટલે મેં ડાયરેક્ટ પૂછ્યું 
"તું કહે છે તેમ આ કીટલીની ચા પીવાથી પી.એમ બનવાના સપના આવે તો....,
તો આટલા વરસોથી આ કીટલી ચલાવતો "ભીખો" પોતે કેમ આમને આમ છે" ?
તેની હાલત માં કેમ કઈ ફેર-ફાર દેખાતો નથી ?
હવે મારી અને કૃષ્ણની વાતો ચુપ ચાપ સાંભળતા કંસ થી ના રેવાયું !!!!
કંસે કહ્યું અરે ગાંડા એતો (ચા વાળો ભીખો)અહીનો અહીજ રેહે ને ?
મેં પૂછ્યું પણ કેમ ?
ભીખાની ચામાં જો આટલો દમ હોય તો ભીખો કેમ દમદાર /પૈસાદાર/ પાવરફુલ ના હોય ?
અને ભીખનો "વિકાસ"કેમ ન થાય ?
કંસ મારી વાત સાંભળીને હસવાનો હતો એની મને ખબર હતી....,
પણ કૃષ્ણ, કંસ કરતા વધારે અને પહેલો હસવાનો છે તે મારી જાણબાર હતું....,
આમય જીવનમાં બધું જાણ બહારજ થતું હોય છે ને ?
મને ઘણું આશ્ચર્ય થયું જયારે મેં મારી વાત ઉપર કૃષ્ણને ઠહાકાભેર હસતો જોયો ,
મેં વિચાર્યું કે આને થયું શું ?
આમ અચાનક આવી સીરીયસ વાતે કઈ હસતું હશે ?
ત્યાં કૃષ્ણ મારા મનોભાવ સમજી ગયો અને મને કહે,
આ વાત તું અને ભીખો ક્યારેય નહિ સમજો,
અરે મારા ભાઈ "મનુષ્ય" તમને સમજવા /વિચારવા નો સમય મળે તો,
તું અને ભીખો કઈ સમજો ને ?
લે સાંભળ હવે આ ચા/ ખાંડ /ગેસ /અને દૂધ ત્યારે એટલા મોંઘા નોતા જયારે પી.એમ પદના દાવેદાર અહી ચા પીવા માટે આવતા હતા,
હા એ વાત પણ બીજી છે કે ત્યારે તેઓ પોતે બીજા દ્વારા મંગાવેલી ચા પીતા હતા !!!!!
અને આજે પણ બીજાની બનાવેલીજ ચા પીવે છે !!!!
આમતો એમને "બનાવતા"ખુબ સરસ આવડે છે !!!!!!!
કૃષ્ણની વાત પાછી મનેતો નોજ સમજાણી !!!!
મેં કંસને પૂછ્યું ભાઈ તું કેમ ચુપ છે ?
કંસ કહે હું કઈ ચુપ નથી ,
આજ અડધી રાત થી કઈ ચીજમાં વધારો કરવા ધરતી ઉપર મારે કોને મોકલવાનો છે તેનો વિચાર કરતો હતો !!!!
આમ અડધી રાતે ડબલ શક્તિથી કોઈ વધે તે આસુરી શક્તિ જ હોય ને ?
એમાં આમ મારી વાત થી બોલતો કેમ બંધ થઇ ગયો ?
હું કંસની વાતને જરા ધ્યાનથી સંભાળ તો હતો,
હું જવાબ આપું તે પહેલા કૃષ્ણના ફોનની ઘંટડી રણકી....,
એટલે કૃષ્ણ ઊભો થઇને અમે બેઠા હતા તેનાથી થોડો આગળ તેની ઝગમગાટ લાલ ગાડી પાસે જઈને આવેલા ફોન ઉપર વાત કરવા મંડ્યો ,
આ તરફ કંસ પણ પોતાના ફોનને હાથમાં રમાડતા-રમાડતા તેની ગાડીમાં ગોઠવાઈ ગયો,
કૃષ્ણ પણ હવે ગાડીને ચાલુ કરીને ચાલુ ફોને મને હાથ ઉંચો કરી બાય-બાય કરીને ચલવ માંડ્યો ,
અને હું જોતો રહ્યો તેઓ બન્નેની જઈ રહેલી ગાડી ની દિશા તરફ,
અને ફરી વખત કઈ સમજુ તે પહેલા મેં જે દ્રશ્ય જોયું તે હું માનવા જરા પણ તૈયાર નથી,
તે દ્રશ્ય માં મેં જોયું કે......,
મારાથી આમ અચાનક જઈ રહેલા કૃષ્ણ અને કંસે એક બીજાની ગાડી બાજુ બાજુ માં કરી ને હાથ તાળી આપી રહ્યા હતા !!!!!
હું દિગ્મૂઢ અવસ્થામાં હતો !!!
ત્યાં પાછળ થી ભીખનો અવાજ સંભળાયો ,
"સંજયભાઈ ત્રણ ચા અને ત્રણ પાણીના પાઉચના બાકી છે હો !!!!!!!!?    
મતલબ કે જે ઘોર કળિયુગ કહેવાય છે તે આજ છે !!!!
જ્યાં કૃષ્ણ અને કંસ ભેગા-ભેગા જોવા મળશે,
અને "વિકાસ"ના નામે "વિનાશ"ભણી સમગ્ર યુગને દોરી રહ્યા છે,
હે કૃષ્ણ હવે "જાય શ્રી કૃષ્ણ" કહેવાની પણ હિમ્મત રહી નથી !!!!!!!

 

No comments:

Post a Comment