Sunday, August 11, 2019

SOTC story -2

SOTC દ્વારા આયોજિત કોઈ ટૂર ન કરવા પરેશાન સિંગાપુર ગયેલાં સિટીઝન્સનો સંકલ્પ...!!


પોતાનાં ઘરડાં માવતરને SOTC આયોજિત ટુરમાં મોકલતાં પહેલાં આ સિનિયર સિટીઝનની આપવીતી સાંભળો....!!

SOTC એ સિનિયર સિટીઝન્સ ને કરેલાં કરાર કરતાં છેતર્યા હોવાની ફરિયાદ કરતાં સિનિયર ખૂબ દુઃખ વ્યક્ત કરેછે....!!

સિંગાપુર ફરવાનું સપનું રોળાઈ ગયું તેવો સ્વમુખે અનુભવ કહેતાં યાત્રી....!!


શરીરે કમજોર સિનિયર સિટીઝન્સ SOTC ઉપર ભરોસો કરીને ફસાઈ ગયાં....!!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

અમદાવાદ.

EXCLUSIVE story 

સામાન્ય વ્યક્તિ પોતાનાં જીવનમાં તમામ જવાબદારીઓ માંથી જ્યારે રિટાયર્ડ થાય ત્યારે પોતાની જીવનસંગીની હોય તો તેની સાથે અથવા પોતાનાં અંગત મિત્રો સાથે થોડોક સમય કે થોડાક દિવસો ફરવાનું વિચારે અને યોગ્ય અને વિશ્વાસુ એવી ટુર ઓપરેટર નો સંપર્ક કરીને પ્રોગ્રામનું આયોજન કરે.



આ થઈ સ્વાભાવિક વાત એ રીતે આયોજન કરનાર જ્યારે સિનિયર સિટીઝન્સ હોય ત્યારે તેને પોતાની જિંદગીનો સારો ખરાબ દરેક અનુભવને અંતે નિર્ણય કરવાની આદત હોય તે પણ એટલુંજ સ્વાભાવિક છે,પણ જ્યારે એક કરતાં વધુ સિનિયર સિટીઝન્સ ભેગાં મળીને કોઈ આયોજન કરે ત્યારે તો એ આયોજન પરફેક્ટ હોય અને તેમાં પણ આ તમામ સિનિયર સિટીઝન્સ જ્યારે ચતુર,બૌદ્ધિક અને વ્યવહાર કુશળ તરીકે પ્રખ્યાત "નાગરી નાત" ના નાગરો દ્વારા આયોજિત હોય ત્યારેતો પૂછવુજ શું..... તમામ રીતે "એવન" આયોજન થયું હોય તેમાં કદાચ અન્ય કોઈ નહીં પણ જે લોકો નાગરો ને ઓળખે છે એતો જાણેજ છે....!!

હવે આવા પ્રકારના આયોજનમાં કોઈ આપતી કે મુશ્કેલી આવે અને તે પણ અન્ય કોઈ નહીં પણ જેનાં ઉપર વિશ્વાસ મૂકીને પોતાનાં પરસેવાની કમાણી લગાવી હોય તેવા ટુર ઓપરેટર SOTC જેવી ઓપરેટર દ્વારા તમામ સિનિયર સિટીઝન્સ પરેશાન થાય અને સિંગાપુર ફરવા ગયાં હોય અને સડક ઉપર રઝળવાનો વારો આવે ત્યારે નાગર જેવી ચતુર અને બુદ્ધિશાળી કોમ હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિઓ હોય નારાજગી છાપરે ચઢીને બોલ્યાં વગર રહે નહીં....!!

ગુજરાત રાજ્યના વિવિધ શહેરો માંથી પોતાનાં પરસેવાની કમાણી SOTC ની લોભામણી જાહેરાત જોઈને તેનાં ઉપર ભરોસો કરીને ટુરનું આયોજન કર્યું હોય ત્યારે "ભરોસાની ભેંસ પાડો જણે" તેવો ઘાટ થાય ત્યારે એક સાથે સમૂહમાં નિર્ણય લેવામાં આવે કે હવે પછી જીંદગી માં ક્યારેય કોઈ પણ જગ્યાએ ટુર નું આયોજન કરીને ફરવા જવું હોય તો SOTC ની બકવાસ સેવા તો નહીં જ લેવાની....!!

આટલી હદે પરેશાન સિનિયર સિટીઝન્સ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પ્રકારની ટુરનું આયોજન કરીને રાજીખુશી થી ફરવા જતાં જ હોય છે પણ આ વખત તેમની જીંદગીનો SOTC સાથેનો છેલ્લો અને ખૂબ દયનિય અનુભવ રહ્યોં જેને સિનિયર સિટીઝન્સ ની ટુરમાં ગયેલાં એક સિનિયર સીટીઝન નાં ધુજતાં હાથે બનેલાં વીડિયોમાં તેમની આપવીતી સાંભળી પોતાનાં માવતરને પ્રેમ કરનાર દરેક દીકરાની આંખમાં જરૂર આંસુ લાવી શકે તેવી આપવીતી વર્ણવે છે એ વડીલ અને હાથ જોડી લોકોને કહે છે કે હવે કોઈ ક્યારેય SOTC દ્વારા આયોજિત ટુર માં જશો નહીં....!!

No comments:

Post a Comment